History

શ્રી કામેશ્વર ધામનો ઇતિહાસ અતિ-અતિ પ્રાચીન તેમજ વિસ્‍તૃત હોવા છતાં સંક્ષેપમાં આજનું ગડત ગામ એ જ પ્રાચીન ગર્ગાવતી નગરી રામાયણ કાળથી આ પાવન મંદિર પ્રત્‍યેક ભકતોના હદયનું આસ્‍થા કેન્‍દૂ છે. આ વિસ્‍તારમાં જ અગત્‍સ્‍યમુનિ તથા મહાન ગર્ગાચાર્યનો આશ્રમ હતો જેને દંડકારણ્‍યની ભૂમિ પણ ગણાવી છે. હાલના શિવાલયના શિવલીંગની પ્રતિષ્‍ઠા ભગવાન શ્રી રામે કરી હોવાનું મનાય છે. જેને “ શ્રી કામેશ્વર મહાદેવ ” નામાકંન કરનાર તપસ્‍વી ગર્ગાચાર્ય હતા. શ્રી કામેશ્વર ધામની ઉત્‍તરે આવેલ અબિકા નદીના કિનારે માં નવદુર્ગાનું મંદિર જે સ્‍થાન પર શ્રી રામે તીર ચલાવી અવિરત જલસ્ત્રોત આજે જે ગમે તેવી દુષ્‍કાળની પરિસ્થિ‍તમાં પણ શાશ્વત છે. જેને પ્રાચીનમાં દુર્ગાધરાં કહેવાનું કાળક્રમે અપભ્રંશ થતાં આજે જે સ્‍થાનને “ દુગાડિયો દરો ” કહેવામાં આવે છે. જયાં સન ૧૯૩૯ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે એક જળસિંચાઇ ઉદૂવહન યોજના દ્રારા ગડત વિભાગ સિંચાઇ સહકારી મંડળીના ઉપક્રમે કામેશ્વર શિવાલયની આજુબાજુના ચાર ગામો માટે આર્શીવાદ સ્‍વરુપ છે. જે આજે પણ પણ ચાલી રહી છે.

શ્રી કામેશ્વર મહાદેવ મંદિરની પ્રશ્વીમે નવગ્રહ મંદિર સમગ્ર ભારતવર્ષમાં એક જ પત્‍થરમાંથી રાચેલા એવું કાશી વિશ્વનાથ પછી બીજા ક્રમે આ નવગ્રહ મંદિરનું સ્‍થાન છે. જેની પાછળ ધણી દંતકથા વહેતી થઇ ચુકી છે. છતાં શ્રધ્‍ધા-વિશ્વાસનું અજોડ સ્‍થાન છે.

સમયના વહેણ સાથે અતિ પ્રાચીન કામેશ્વર ધામનો જિર્ણોધ્‍ધાર કરવા માટે વારંવાર પ્રયનો છતાં શ્રી કામેશ્વર દાદની આજ્ઞા અને અસીમ કૃપાથી તા.૧-૧ર-ર૦૦૦ ના શુભ દિને નવનિર્માણ કાર્યનો શુભારંભ થયો જે માટે સમસ્‍ત ગડત ગામના પ્રતિનિધિઓની “ શ્રી કામેશ્વર જીર્ણોધ્‍ધાર સમિતિ ” ની સર્વાનુમતે રચના કરી ખૂબ જ ઉત્‍સાર અને આનંદથી માત્ર બે વર્ષના ટુકાગાળામાં હાલનું નૂતનદેહ ધારણ કરેલ, કલાત્‍મક શિલ્‍પકલાનો અદભૂત સમન્‍વયથી શોભિત શ્રી કામેશ્વરધામ સાક્ષાત “દેવભૂમિ ” નું દર્શન કરાવે છે.

નવલદેહ ધારણ કરેલ દિવ્‍ય કામેશ્વર મહાદેવ મંદિરના શ્રી કામેશ્વર દાદા તથા શ્રી કામેશ્વર પરિવાર – દેવોની પ્રાણ-પ્રતષ્‍ઠાનું ભવ્‍ય આયોજન તા.૬-ર-ર૦૦૬ થી તા.૯-ર-ર૦૦૬ દરમ્‍યાન સુરતના રાષ્‍ટૂપતિ સન્‍માનિત, વાસસ્‍યતિ પંડિતભૂષણ આચાર્યશ્રી નીલકંઠ મહાશંકર શુકલ તેમજ વિધાન ભૂદેવોના સથવારે વેદોકત વિધિ વિધાન સાથે સંપન્‍ન થયું. “ પ્રાણ પ્રતિષ્‍ઠા ” મહોત્‍સવનું અનેરુ દશ્‍ય દેવોને પણ દુર્લભ, જેઆ વિભાગે કયારે નિહાળયું હશે., માણ્‍યું હશે.